રૂઢિપ્રયોગ


અશુભ સમાચારનો પત્ર કાળોતરી
આકાશ અને ધરતી મળે તે રેખા ક્ષિતિજ
આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા વેધશાળા
આકાશમાં ફરનાર ખેચર
આંખ આગળ ખડું થઇ જાય તેવું આબેહૂબ
ઉપકાર ઉપર અપકાર કરનાર કૃતઘ્ન
એક ચીજ આપીને બીજી લેવી તે વિનિમય
એક જ માતાના પેટે જન્મેલ સહોદર
એકબીજામાં ભળી ગયેલ ઓતપ્રોત
એકહથ્થુ સત્તાવાળો વહીવટ સરમુખત્યારશાહી
કદી પણ  ન બની શકે  તેવું અસંભવિત
કરેલા ઉપકારને જાણનાર કૃતજ્ઞ
કવિઓનું સંમેલન મુશાયરો
કામ કર્યા વગર બદલો મેળવનાર હરામખોર
કામધંધા વગરનો બેરોજગાર
કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ નિસર્ગોપચાર
કોઇની સાથે તુલના ન થાય તેવું અનુપમ, અપ્રિતમ
કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું અનુપમ
ગામનો વહીવટ કરનારી સંસ્થા ગ્રામપંચાયત
ગાયોને રાખવાની જગ્યા  - ગૌશાળા
ચોમાસું પાક ખરીફ પાક
છૂપી રીતે દાન કરવું તે ગુપ્તદાન
જન્મથી પૈસાદાર ગર્ભશ્રીમંત
જરૂર જેટલું ખાનાર મિતાહારી
જીતી ન શકાય તેવું - અજેય
જે પત્ની મેળવી શક્યા નથી તે  - વાંઢો
જેણે તહોમત મૂક્યું છે તે વાદી, ફરિયાદી
જેના ઉપર તહોમત મુકાયુ છે તે પ્રતિવાદી, આરોપી
જેનામાં દોષ નથી તે નિર્દોષ
જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્યશ્લોક
જેનો મોલ ન હોય તેવું અણમોલ
જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર અક્ષયપાત્ર
ઝીણી વસ્તુઓને દેખાડનાર સૂક્ષ્મદર્શક
ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા
તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ
ત્રણ કલાકનો સમય પ્રહર
દિવસનો કાર્યક્રમ દિનચર્યા
દેખાતો પાણીનો આભાસ મૃગજળ
ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર શહીદ
પકડેલી વાતને નહિ છોડનાર જિદ્દી
પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ સુવર્ણ મહોત્સવ
પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ રજત મહોત્સવ
પથ્થર પર કોતરેલો લેખ શિલાલેખ
પહેલાં કદી ન બન્યું હોય તેવું અપૂર્વ
પોતાના વખાણ પોતે કરવાં તે આત્મશ્લાઘા
બે જણાને લડાવી મારવાનું કામ નારદવેડા
મટકું માર્યા વગર અનિમેષ
મનને હરી લે તેવું મનોહર
મરણ વખતનું ખતપત્ર વસિયતનામું
રથ ચલાવનાર માણસ સારથિ
લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ , તખલ્લુસ
વરઘોડામાં આવેલા માણસો સાજન
વિધાર્થીઓને રહેવાનું સ્થળ છાત્રાલય
વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું અજરાઅમર
શિયાળું પાક રવી પાક
શું કરવું કે કહેવું ન સૂઝે તેવું દિગ્મૂઢ
સચોટ અસર થાય તેવું રામબાણ
સહન ન થાય તેવું અસહ્ય
સાચવવા આપેલી વસ્તુ થાપણ
સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
સાથે સફર કરનાર હમસફર
સારાનરસાને પારખવાની બુધ્ધિ વિવેકબુધ્ધિ
સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ શતાબ્દી મહોત્સવ
સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર ખાંભી, પાળિયો
હું ઊતરતો છું એવો ભાવ હોવો લધુતાગ્રંથિ

અકડા-અકડીનો વખત     Ø    કટોકટીનો સમય
અક્કડને અક્કડ રહેવું       Ø   રોફમાં રહેવું એટલે કે કડક રહેવું નમવું નહિ
અક્કલ ગીરો મૂકવી          Ø   બીજાની બુદ્ધિએ ચાલવું
અક્કલ ગુમ થઈ જવી તે    Ø   બુદ્ધિ ખોઈ બેસવી
અક્કલ ચરવા જવી          Ø   ભાન ભુલવું વિચાર્યા વિના કામ કરવું તે
અક્કલ દોડાવવી-ચલાવવી  Ø  વિચારીને ડાહપણથી કામ કરવું તે
અક્કલ મારી જવી           Ø    બુદ્ધિ કે સમજ જતી રહેવી
અક્કલ વેચવી                 Ø   સમજણ ન પડે છતાં પણ બુદ્ધિ વાપરીને વર્તન કરવું
અક્કલના કાંકરા થવા       Ø   બુદ્ધિનો પ્રદર્શન થવુ તે,
અક્કલની ખાણ               Ø   બહુ અક્કલવાળું માણસ
અક્કલનું આંધળું             Ø   દોઢડાહ્યું, બેવકુફ, મુર્ખ
અક્કલનો ઓથમીર         Ø    અણસમજુ, બેવકુફ
અક્કલનો દુશ્મન            Ø    મુર્ખ, અણસમજુ, બેવકુફ
અક્ષરવાસી થવું              Ø    મરણ પામીને બ્રહ્મગતિ મેળવવી, મૃત્યુ પામવું
અખત્યાર લઈ લેવો         Ø    સત્તા લઈ લેવી
ઈજજત આપવી- કરવી      Ø માન આપવું, આબરૂં વધારવી
ઈજજતના કાંકરા કરવા      Ø માન પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવું
ઈડરિયો ગઢ જીતવો         Ø    ન થઈ શકે તેવું પરાક્રમ કરવું, કોઈ મોટું અશક્ય કાર્ય કરવું.
ઈન મીન ને સાડેતીન       Ø   ત્રણ ચારથી વધારે નહિ તેટલા માણસ
ઈશ્વરના ઘરની ચીઠ્ઠી       Ø   ઈશ્વરનો હુકમ, કુદરતી રીતે થતો બનાવ, મોત આવવું.
ઈશ્વરના ઘરની દોરી તૂટવી  Ø   આવરદા પૂરી થવી, જીવન પૂરૂ થવું.
કપાળમાં ચાલ્લો કરવો       Ø   કંઈ ન આપવું (તિરસ્કારના અર્થમાં બોલાય છે )
કપાળે ચોટવું                  Ø    કર્યા કે ભોગવ્યા વિના છૂટકો ન થાય તે
કપાળે લખાવી આપવું       Ø    નિર્માણ થવું સુભાગ્ય થઈ જન્મવું
કપૂરે કોગળા કરવા          Ø   સુખી હોવુંસુખ વૈભવ માણવો,
કબર ખોદવી                  Ø    પોતાને નુકશાન થાય એવું વર્તન કરવું
ખજાને ખોટ ન આવવી      Ø    કંઈ પણ વસ્તુ ન ખૂટવી, અઢળક વસ્તું હોય તે,
ખટકો રાખવો                  Ø   કોઈ પણ કામ પ્રત્યે હંમેશા સતેજ હોય તે
ખડિયા પોટલા બાંધવા      Ø    ઊપડી જવું, ઉંઠાતરી કરવી
ખડી જવું                       Ø    મોરચેથી હટી જવુંકોઈ પણ કામમાં પાછું પડવું
ખણખોદ કરવી               Ø    કોઈની નિંદા કરવી, ધીમીધીમી ગપસપ કરવી તે
ગગન સાથે વાત કરવી     Ø    કરી ન શકાય તેવા કામની તેવી મોટી મોટી વાતો કરવી
ગજ વાગવો                  Ø     યોગ્ય ઠેકાણે યોગ્ય રીતે શક્તિ કામે લાગવી
ગજગજ કૂદવું                Ø     મસ્તીમાં આવવું
ગજવા ભરવા                 Ø     લાંચ આપવી, ખોટા રસ્તેથી મિલ્કત એકઢી કરવી તે
ગજવામાં ઘાલવું             Ø     તુચ્છ ગણી કાઢવું, માન ન આપવું તે
ગજવું જોઈને વાત કરવી    Ø    પોતાની શક્તિ અનુસાર વર્તવું તે,
ઘડાઈને ઠેકાણે આવવું      Ø   સતત કામ કરવાથી અનુભવી બનવું તે
ઘડીના છઠ્ઠા ભાગમાં       Ø    સહેજ વારમાં, જોત જોતામાં, પળવારમાં જે કાર્ય થાય તે.
ઘડો ગાગર થવો             Ø    કોઈ નિશ્ચિત ન હોય તેવી બાબતનો નિકાલ થાય તે.
ઘડો ગાગર થવો             Ø    કોઈ નિશ્ચિત ન હોય તેવી બાબતનો નિકાલ થાય તે.
ઘરનો દિવો                   Ø      જેવા વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે,
ઘરનો દિવો                   Ø      જેવા વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે,
ઘરનો સ્તંભ                  Ø       જેના આધારે ઘર ચાલતું હોય તે
ઘરનો સ્તંભ                  Ø       જેના આધારે ઘર ચાલતું હોય તે
ચકચક કરવું                  Ø      ઉતાવળે કલબલ કલબલ કરવું તે
ચકચક કરવું                  Ø      ઉતાવળે કલબલ કલબલ કરવું તે
ચકચૂર થવું બનવું         Ø       બહુ ખાવા-પીવાથી ચાલી ન શકાય તેવું થવું.
ચકચૂર થવું બનવું         Ø       બહુ ખાવા-પીવાથી ચાલી ન શકાય તેવું થવું.
ચકડોળે ચડવું                Ø        ઉપર-નીચે જવું,
ચકડોળે ચડવું                Ø        ઉપર-નીચે જવું,
ચકલા ચૂંથવા                 Ø         હલકો ધંધો કરવો, કોઈ પણ કામ કરતો પણ તેનું વળતર
ચકલા ચૂંથવા                 Ø         હલકો ધંધો કરવો, કોઈ પણ કામ કરતો પણ તેનું વળતર
ચડી વાગવું                   Ø        બહેકી જવું, મર્યાદા ન માનવી
ચડી વાગવું                   Ø        બહેકી જવું, મર્યાદા ન માનવી
ચડ્યે ઘોડે આવવું           Ø       અતિશય ઉતાવળે ક્યાંક જવું તે,
ચડ્યે ઘોડે આવવું           Ø       અતિશય ઉતાવળે ક્યાંક જવું તે,
ચરણ સેવવા                 Ø       કોઈને વશ થઈ જવું તેઅધીન થઈ સેવા ઉઠાવવી,
ચરણ સેવવા                 Ø       કોઈને વશ થઈ જવું તેઅધીન થઈ સેવા ઉઠાવવી,
જડભરત જેવું                 Ø    એકને એક ઠેકાણે જડવૃત્તિ રાખીને રહેનાર
જડમૂડથી ઉખેડી નાંખવુ     Ø    નિર્મૂળ કરવું, મતલબ કે કોઈ નિશાની ના છોડવી તે
જમ જેવું                         Ø    એક અર્થમાં તેને કોઈનું ના માને તેવું.
જમણો હાથ હોવું              Ø    અંગત મદદ માટે રાખનાર માટે આ શબ્દ વપરાય છે.
ઝટકા પડવા                    Ø     ના ગમતું કામ કરવું પડે ત્યારે આ શબ્દ વપરાય છે.
ઝડતી લઈ નાખવી            Ø      સારી પેઠે ઠપકો આપવો.
ટકા કરવા                      Ø      રોકડી કરવી, ક્યાંકથી ફાયદો થાય તે
ટકાના તેર                     Ø    ગણતરીમાં ન લેવાય એમ માનવા માટે આ શબ્દ છે
ટક્કર ઝીલવી                 Ø      આફતનો સામનો કરવો,
ટપી જવું                        Ø       બીજાથી ચઠિયાતા થવું, હોશીંયાર હોવું તે
ટલ્લે ચડાવવું                 Ø      વાયદા કરવા, રખડાવવું, કોઈ કામ સમયસર ન કરવું
ઠંડા પહોરનું                  Ø      ગપ મારવી, છોલવું એટલે કે મોટી મોટી વાતો કરવી
ઠંડા પાણીએ ન્હાવું         Ø      મોટું નુકશાન જવું તે, અથવા ઠગાઈ જવું,
ઠેકાણે પાડવું                Ø       કોઈનું કાસળ કાઢવું (મારી) નાંખવું,
ઠોકર ખાવી                  Ø       અથડાઈ જવું, કોઈ શિખામણ આપે તેવી ભૂલ કરવી,
ઠોકી બેસાડવું                Ø       કોઈ વાત પરાણે મનાવવી અથવા બંધબેસતી કરવી,
ડખો કરવો                  Ø        નકામી વાત કે કજીયો કરવો, ખોટું લડવું, ઝઘડવું,
ડખો ઘાલવો                Ø         કોઈ વાતમાં વચ્ચે પડીનેવિઘ્નો ઊભા કરવાં.
ડફણાં મારવાં               Ø          ફટકા મારવા, મતલબ કે વધારે પડતું બોલવુ
ડબકા મેલવા               Ø         જાણ્યા વિના બોલવું, કોઈ વાચમાં વચ્ચે બોલવું તે.
ડંકો વડાગવો               Ø        કિર્તિ ફેલાય તેવું કામ કર્યું હોય, કોઈ વાત જાહેર કરવી
ડંફાસ મારવી               Ø        બડાઈ મારવી, મોટી મોટી વાતો કરવી
ઢસરડા કરવા              Ø         ન થાય તેવું કામ હોય તો પણ મરતા મરતા જે કામ કરવું
ઢંઢેરો પીટવો                Ø         ખાનગી વાત જાહેર કરવી, લોકો જાણે તેવું કરવું,
ઢાંકપિછોડો કરવો         Ø         કોઈ વાતને દાબવી અથવા ખાનગી રાખવી,
વડના વાંદરા ઉતારવા        Ø    અટકચાળું હોવું

No comments:

Post a Comment